મોરબી જિલ્લામાં સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગ હેઠળ જરૂરિયાતમંદના સામાજિક ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ અમલી
ભારત એ એકતા માં વિવિધતા ધરાવતો દેશ છે. આપણે ત્યાં સામાજિક એકતા જળવાઈ રહે તે હેતુથી વિવિધ કાર્યક્રમો અને આયોજન કરવામાં આવે છે. વિશ્વ સ્તરે પણ સામાજિક ન્યાય, નિરક્ષતા, ધાર્મિક અને શારીરિક ભેદભાવ, ગરીબી અને વંશવાદ વગેરે જેવા અનેક સામાજિક પ્રશ્નો નાબુદ કરવાના હેતુથી દર વર્ષે ૨૦ ફેબ્રુઆરીના રોજ વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવે છે.
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સામાજિક, શૈક્ષણિક કે આર્થિક રીતે પછાત વર્ગના લોકોને સામાન્ય પ્રવાહમાં લઈ આવવા માટે તેમના ઉત્થાન, ઉત્કર્ષ અને વિકાસ માટે વિવિધ આયોજનો અને યોજનાઓ ચલાવવામાં આવે છે. અનેક જનકલ્યાણની યોજનાઓ દ્વારા આવા લાખો લોકોની પડખે સરકાર હર હંમેશ ઉભી છે.