મોરબી જિલ્લામા 1962ની ટીમ કરૂણા અભિયાન સતત ખડે પગે રહશે
મોરબી: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 થી 20 જાન્યુઆરીમા પતંગથી ઘાયેલ થયેલ પક્ષીઓનો જીવ બચવા માટે કરૂણા અભિયાન ચાલે છે આ વર્ષે મોરબી ખાતે 1962 ની ટીમ દ્વારા દર વર્ષની જેમ પક્ષીઓ બચાવમાં માટે કામે લાગવાની છે જેમાં ઈએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા મોરબી શહેર ખાતે નગર દરવાજે એક કેમ્પ રાખેલ છે જયા ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર કરાવી શકશે અને સાથોસાથ તમને કોઇ ઘાયલ પક્ષી મળે તો 1962 ટોલ ફ્રી ડાયલ તરત જાણ કારી શકશે જેમાં 3 વેટરનરી ડોક્ટર સાથે 1962 ની ટીમ સતત કાર્યરત રહેશે.
1962નું આ કાર્ય પશુપાલન ખાતુ મોરબી તેમજ વનવિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કામગીરી ચાલવાની છે