આજ રોજ મોરબી જીલ્લા કાર્યાલય ખાતે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં આમ આદમી પાર્ટી પ્રદેશ કિશાન સંગઠન પ્રમુખ રાજુભાઇ કરપડા તથા મોરબી જીલ્લા પ્રભારી સીવાજીભાઈ ડાંગરના માર્ગદર્શન હેઠળ અને મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઇ ગોરીયા ની આગેવાની હેઠળની મોરબી જીલ્લા કિશાન સંગઠન પ્રમુખ તરીકે પ્રફુલ્લભાઇ છગનભાઈ હોથી ની સર્વાનુમતે નીમણુંક કરવામાં આવી હતી તેમાં મોરબી જીલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટ્ટાસણા તથા મોરબી જીલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા તથા મોરબી તાલુકા પ્રમુખ માગુનીયા દિવ્યેશભાઈ તથા મોરબી જીલ્લા ટીમ તથા મોરબી તાલુકા ટીમના હોદ્દેદારો હાજર રહ્યા હતા
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...