મોરબીના કલબ 36 ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિદાય અને આવકાર સમારોહ યોજવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ 77 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં મોરબીના એસપી એસ.આર ઓડેદરાની ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં બદલી કરાઈ છે. તેથી તેમનો વિદાય સમારોહ અને આજ રીતે મોરબી જિલ્લાના નવા એસપી તરીકે રાહુલ ત્રીપાઠીને મુકવામાં આવ્યા છે ત્યારે તેઓએ મોરબી જિલ્લાનો ચાર્જ સંભાળ્યો છે જેથી રેન્જ આઈજી સંદીપસિંગ,અધિક કલેક્ટર ડીડીઓ,એએસપી,ડીવાયએસપી,સહિતના અધિકારી અને મોરબી બાર એસોસિયેશનના હોદ્દેદારો અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી તેમજ નવી જવાબદારી માટે શુભકામના પાઠવી હતી સાથેસાથે નવા એસપી રાહુલ ત્રિપાઠીએ પણ મોરબી જિલ્લામાં ક્રાઇમ રેઈટ અંકુશમાં રાખવા અને ગુનાખોરીને કડક હાથે ડામી દેવાની તૈયારી દર્શાવી હતી.
