યોગ માટેના કાર્યક્રમો જિલ્લા, નગરપાલિકા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ યોજાશે
દર વર્ષે ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ‘માનવતા માટે યોગ’ ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જે અન્વયે મોરબી જિલ્લાકક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટર જે.બી પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના યોગા દિવસના કાર્યક્રમને લગતી તમામ પૂર્વ તૈયારી કરવા કલેકટરશ્રીએ સલંગ્ન વિભાગોને સૂચન કર્યું હતું. ઉપરાંત આ કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, ઔદ્યોગિક સાહસિકો, નગરજનો તેમજ જિલ્લા તથા તાલુકાકક્ષાના તમામ અધિકારીઓ/કર્મચારીઓ આ કાર્યક્રમનો ભાગ બને તે બાબત પર તેમણે ભાર મૂકયો હતો.
‘માનવતા માટે યોગ’ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ ની ઉમંગ અને ઉત્સાહ સાથે રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ગુજરાતમાં પણ તેની રંગેચંગે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લાકક્ષા, તાલુકાકક્ષા, ગ્રામ્ય કક્ષા, વિવિધ વોર્ડ, શાળા-કોલેજ, અન્ય સંસ્થાઓ વગેરે તમામ કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમો કરવામાં આવશે.
મોરબી જિલ્લાકક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ઉપરાંત મોરબી તાલુકાકક્ષાનો કાર્યક્રમ મણિમંદીર ખાતે તેમજ વાંકાનેર તાલુકાકક્ષાનો કાર્યક્રમ રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાશે અને હળવદ તેમજ માળિયા તાલુકાકક્ષાના કાર્યક્રમો જે તે તાલુકાના સ્થળે યોજાશે. જિલ્લા તેમજ તાલુકાકક્ષાના કાર્યક્રમ સાથે ગ્રામ્ય કક્ષાએ, શાળા-કોલેજમાં, તમામ આરોગ્ય કેન્દ્રોમાં, જેલ કેમ્પસમાં, તમામ પોલીસ સ્ટેશન વગેરે સ્થળોએ પણ યોગ દિવસ નો કાર્યક્રમ યોજાશે.
યોગ દિવસની પૂર્વ તૈયારીની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મૂછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ તથા ઈશિતા મેર, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ(આઈપીએસ), પ્રાંત અધિકારીસર્વ ડી.એ.ઝાલા, એમ.એ. ઝાલા, એ.એમ.શેરસિયા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, મુખ્ય તબીબી અધિકારી કે.આર.સરળવા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં તા.૨૯/૦૮/૨૦૨૫ ના રોજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેજર ધ્યાનચંદજીની જન્મ જંયતી નિમીતે નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી અંતર્ગત ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
મેજર ધ્યાનચંદજીને મહેમાનઓ દ્વારા...
મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાતામાં અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા નર્મદા કેનાલના બાકી કામ તાકીદે પૂર્ણ કરવા...
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના જરૂરિયાત મંદ દર્દીઓને જો દવા ની સાથે- સાથે પોષણ યુકત આહર પણ મહી રહે તો તેઓ જલ્દીથી રોગમાંથી સ્વસ્થ થઈ શકે.
આવા ઉમદા હેતુથી મોરબીના વિટ્રીફાઇડ એસોસિએશન ના પ્રમુખ તથા બ્લુઝોન વોલ & વિટ્રીફાઇડ કંપની ના ઓનર મનોજભાઈ એરવાડીયા એ મોરબી તાલુકા માં...