Thursday, June 19, 2025

મોરબી જિલ્લા કોગ્રેસ ની જય ભારત સત્યાગ્રહ સમેલન ની તૈયારી કરવા ના ભાગ રૂપે મીટીંગ મળી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજે તારીખ ૨૩/૪/૨૦૨૩ ને રવિવાર ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી માં જિલ્લા કક્ષા નુ જય ભારત સત્યાગ્રહ સંમેલન બોલાવવા ના ભાગ રૂપે આગેવાનો,હોદેદારો તથા કાર્યકરો ની અગત્ય ની મીટીંગ મળી હતી

આ મિટિંગમાં પ્રદેશ/ જિલ્લા/શહેર /તાલુકા કોંગ્રેસના હોદેદારો, દરેક ફન્ટલ- સેલ ના હોદેદારો તેમજ જિલ્લા/તાલુકા/ નગરપાલિકા માં ચૂંટણી લડેલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને તેમની સાથે સંમેલન કરવા અંગે ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી . આગામી દિવસો પ્રદેશ સમિતિ તરફ સંમેલન કરવા માટે તારીખ મેળવવા નુ નક્કી કરેલ અને ગ્રામ્ય વિસ્તારનો અને શહેર નો વોર્ડ વાઇસ પ્રવાસ કરી કોગ્રેસ ની વિચારધારા ને લોકો સુધી પહોંચાડવા માટે કામે લાગી જવા તથા સંમેલન ને સફળ બનાવવા ના કાર્યમાં આજ થી જ લાગી જવા નુ નક્કી કરવામાં આવ્યું હતું

આવનાર દિવસો માં નગરપાલિકા ની ચૂંટણી જાહેર થવા ના સંજોગો છે ત્યારે મોરબી નગરપાલિકા ની ચૂંટણી લક્ષી કામગીરી પણ ચાલુ કરી લોકો સુધી કોગ્રેસ પક્ષ ની વિચારધારા પહોંચાડી કોગ્રેસ પક્ષ ને મજબૂત બનાવી ,પ્રજા ના પ્રશ્નોને ઉજાગર કરી આંદોલન કરવા નુ નક્કી કરેલ.

આજ ની આ મોરબી જિલ્લા કાર્યલય ખાતે મળેલ મીટીંગમાં કાર્યકરો, હોદેદારો, આગેવાનો એ હાજરી આપી હતી

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર