મોરબી જિલ્લા ને હળ હળ તો અન્યાય સરકારી મેડિકલ કોલેજને અન્ય ઉદ્યોગપતિઓ ને ફાળવી દેવા નું ષડયંત્ર : રમેશ ભાઈ રબારી
મોરબી જિલ્લા ની પ્રજા ની સુખાકારી અને નવરચિત જિલ્લા ને આરોગ્ય ક્ષેત્રે વઘુ સારી સુવિઘા અને સ્વાલંબી બનાવવા ના માટે ભારત સરકાર ની સેન્ટ્રલી સ્પોન્સદ્ર
સ્કીમ અન્વયે મોરબી શહેર માં સરકારી મેડિકલ કોલેજ સ્થાપવાની ગુજરાત વિધાન સભા માં તત્કાલિન આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરેલ અને ત્યારબાદ મોરબી ની પ્રજા ની વાહ વાહી પણ મેળવી લીધે આં જાહેરાત થી મોરબી જિલ્લા ની પ્રજા માં આનદ ની લાગણી જોવા મળી હતી કારણકે મોરબી શહેર માં , જિલ્લા ની પ્રજા માટે વર્ષ ૧૯૮૫ થી ૧૯૯૦ , ના સમય માં તત્કાલિન આરોગ્ય મંત્રી શ્રી વલ્લભભાઈ પટેલ દ્વારા મોરબી ની પ્રજા ની આરોગ્ય લક્ષી જરૂરત માટે સિવિલ હોસ્પિટલ નું નિર્માણ થયેલ ત્યાર બાદ આજ દિવસ સુધી પ્રજા ની આરોગ્ય લક્ષી સુવિઘા માટે રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા કોય સુવિઘા મળેલ ન હતી.
પરંતુ તત્કાલીન આરોગ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ દ્વારા વિધાન સભા ના ફોલર પર થી મોરબી જિલ્લા માટે સરકારી મેડિકલ કોલેજ ની જાહેરાત કરેલ અને મોરબી ની પ્રજા એ એ જાહેરાત ને આવકારી અભિનંદન પણ પાઠવ્યા હતા .
પરંતુ અચાનક તા.25 જાન્યુઆરીના ઠરાવથી ભારત સરકાર દ્વારા મોરબીની પ્રજા ને હળ હળ તો અન્યાય થાય તેવો નિર્ણય કરી મોરબી જિલ્લા ની પ્રજા પાસે થી મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ ઝૂંટવી લય કોય બે.પાંચ મોરબી ના ઉદ્યોગપતિ ઓ એ ટ્રસ્ટ બનાવી આં ખાનગી મેડિકલ કોલેજ નું સંચાલન આપી દેવા નો બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ સ્થાપવા નિર્ણય કરીઓ હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે ત્યારે આમ્ મોરબી જિલ્લા ને બદલે તાપી જિલ્લા ને સરકારી મેડિકલ કોલેજ આપી દેવા નો નિર્ણય કરતા મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને અને જનતાને ભવિષ્યમાં મોટો અન્યાય સહન કરવાની સાથે આધુનિક સરકારી હોસ્પિટલ પણ દીવા સ્વપ્ન સમાન બની જસે
જાણવા પ્રમાણે ગિબ્સન મિડલ સ્કૂલમાં આગામી વર્ષથી સરકારી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવનાર હતી પરંતુ છેલ્લી ઘડીએ આં સરકારી મેડિકલ કોલેજ રદ કરી ને ભાજપ સરકારે મોરબી જિલ્લા ની પ્રજા ને
વધુ એક હળહળતો અન્યાય કર્યો છે. હાલમાં ગીબશન મિડલ સ્કૂલમાં હંગામી ધોરણે મેડિકલ કોલેજ સ્થાપવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવા માં આવી હતી અને આગામી વર્ષથી મેડિકલ કોલેજમાં એડમિશન આપવાનું પણ નક્કી કરાયા બાદ સરકારે એક જ ઝાટકે મોરબીજિલ્લા ને બદલે બદલે તાપી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ ને ચાલુ કરવા ની મંજૂરી આપી અને મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ ને બદલે ખાનગી સંસ્થાને સોંપવા નક્કી કરતા
મોરબી જિલ્લા ની પ્રજા ની લાગણી દુભાય છે
જાણવા પ્રમાણે નવરચિત મોરબી જિલ્લાને આરોગ્યક્ષેત્રે વધુ સુદ્રઢ અને સ્વાવલંબી બનાવવા માટે ભારત સરકારની સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ અંતર્ગત મેડિકલ કોલેજ સ્થાપવા અને હોસ્પિટલને આધુનિક બનાવવા માટે નક્કી કરી જીએમઈઆરએસ હેઠળ સમાવેશ કરવા નક્કી કર્યું હતું.
જે અંતર્ગત મોરબી જિલ્લામાં મેડિકલ કોલેજ માટે જિલ્લા કલેકટર દ્વારા જમીન પણ ફાળવી કરી દેવા ના આવેલ હતી હાલમાં ત્વરિત મેડિકલ કોલેજ શરૂ થાય તે માટે તમામ કાર્યવાહી પૂર્ણ કરી ગીબશન મિડલ સ્કૂલમાં હંગામી ધોરણે સરકારી મેડિકલ કોલેજ શરૂ કરવા નું નક્કી કરી આગામી શૈક્ષણિક સત્રના પ્રારંભથી મેડિકલ સ્ટુડન્ટને એડમિશન આપવાની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવેલ હતી
પરંતુ તા.25 જાન્યુઆરીના ઠરાવથી ભારત સરકાર દ્વારા મોરબીને અન્યાય થાય તેવો નિર્ણય કરી મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજને બદલે કોય મોરબી ના પાંચ દસ ઉઘોગ પતિ એ ટ્રસ્ટ બનાવેલ છે તેઓ ને આં સરકારી મેડિકલ કોલેજ ને બદલે મોરબી માં
આ ખાનગી મેડિકલ કોલેજનું સંચાલન મળે તેવો આં સરકારે બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ સ્થાપવા નિર્ણય કરીયો હોય તેવું લાગે છે કારણ કે મોરબીજિલ્લા ને બદલે તાપી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ સ્થાપવાનો નિર્ણય કરતા મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને અને જનતાને ભવિષ્યમાં મોટો અન્યાય સહન કરવા નો વારો આવીયા છે ત્યારે મોરબી ના ભાજપ ના સાંસદ તેમજ મંત્રી કમ ધારાસભ્ય.અને ભાજપ સંગઠન આં મુદ્દે કેમ ચુપ છે તે પ્રજા જણાવવા માગે છે
સરકાર દ્રારા આં નિર્ણય ફેરબદલી કરી ને મોરબી જિલ્લા ને ખાનગી કોલેજ નહિ પણ સરકારી મેડિકલ કોલેજ આપવા માં આવે તેમ કરવા મોરબી જિલ્લા ની પ્રજા ની લાગણી અને માંગણી છે તો યોગ્ય કરવા પ્રજા ની વિનંતી છે અને જો .મોરબી જિલ્લા ને સરકારી મેડિકલ કોલેજ આપવા માં નહિ આવે તો ના છૂટકે પ્રજાકીય આંદોલન કરવા માં આવશે તેની ગભીર નોંઘ લેવા . રમેશભાઈ રબારી પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ની યાદી જણાવે છે
