મોંરબી: આજે તા.૦૨-૧૨- ૨૦૨૨ના રોજ મોરબી જિલ્લા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ AIDS દિવસના ભાગરૂપે HIV અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં નર્સિંગ સ્કૂલ બહેનો દ્વારા રંગોળી દોરી હતી તેમજ GSNP+ દ્વારા ચલાવવામાં આવતા EMTCT સ્વેત્તાના પ્રોજેક્ટ ઓફિસર તેમજ ફિલ્ડર કોડિનેટર તેમજ સરકારી હોસ્પિટલ થી આઈ સી ટી સી સ્ટાફ ART સ્ટાફ તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર સ્ટાફ તેમજ નર્સિંગ સ્કૂલની બહેનો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલ મોરબી ART નોડલ ઓફિસર ડોક્ટર દુધરેજીયા સાહેબ આર એમ ઓ ઓફિસર ડોક્ટર સરડવાએ આર ટી એમ ઓ ડોક્ટર પાડલીયા બહેન તેમજ પેથોલોજી ડોક્ટર મિશ્રાબહેન હાજર રહેલ હતા ત્યારબાદ જિલ્લા પંચાયત આર.સી. એચ.ઓ ડોક્ટર વિપુલ કલોરિયા અને ડોક્ટર કાલેરિયાને રેડ રોબિન બાંધેલી તેમજ જિલ્લા અક્ષય ઓફિસ પર DTO ઝાલાને રેડ રીબિન બાંધી હતી તેમજ માનવ સાંકળ બનાવી HIV AIDS વિશે જાગૃતતા કરવામાં આવેલ હતી.
