મોરબી: મોરબી જીલ્લાના શોભાના ગાંઠિયા સમાન મચ્છુ-3 અને ડેમી-3 ડેમમાંથી ખેડૂતોને કેનાલ દ્વારા સિંચાઇનું પાણી મળે તે માટે ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.
મોરબી જીલ્લામાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે તે માટે મચ્છુ-૩ અને ડેમી-૩ ડેમો બનાવવામાં માં આવેલ છે. આ ડેમોનું બાંધકામ પૂર્ણ થયાને ૧૫ વર્ષ જેવો માતબર સમય થયેલ છે. છતાં પણ આજ દિન સુધી કેનાલોના કામો પૂર્ણ થયેલ નથી. તેમજ ખેડૂતોને કેનાલ દ્વારા એક પણ વખત સિંચાઈ માટેનું પાણી મળેલ નથી. તો આ ડેમો શું? શોભાના ગાંઠિયા તરીકે સાચવીને રાખવા માટે બનાવેલ છે. ખેડૂતોને કેનાલ દ્વારા પાણી આપવા માટે આ ડેમો બનાવવામાં આવેલ નથી શું? તેથી ખેડૂતો વતી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ માંગણી કરી છે અને આ ડેમોની કેનાલો તાત્કાલિક પૂર્ણ કરીને ખેડૂતોને કેનાલ દ્વારા સિંચાઈનું પાણી મળે તે માટે યોગ્ય કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.
મોરબી ઉધોગની નગરી તરીકે સુખ્યાત છે. મોરબીને કલા-સાહિત્યકારથી સમૃદ્ધ છે. એમાં એક સાહિત્ય સર્જક-વિવેચક-સંશોધક-સંપાદક તરીકે ડૉ. ભાવેશ જેતપરિયાનું નામ અને કામ સુવિદિત છે. તેઓએ ૩૫ વરસ અધ્યાપક તરીકે ઉત્તમ સેવા આપી છે. હાલ નિવૃતિમાં પ્રવૃત્તના ભાગરૂપે લેખ અને ગ્રંથ લખે છે.
રવિ-ભાણ સંપ્રદાયના હસ્તપ્રતોમાં રહેલ સંતકવિ જીવા ભગતના સંતસાહિત્ય પર...