મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખે હળવદ ધ્રાંગધ્રા સીટના ધારાસભ્ય પદના ઉમેદવાર ને ગણાવ્યા વડાપ્રધાન !!!
હળવદ ખાતે યોગી આદીત્યાનાથની જાહેરસભા સમયે સભાને સંબોધતા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ ભાંગરો વાટ્યો હતો અને જાણે વડાપ્રધાનની કમી પુરી કરતા હોય તેમ ધારાસભ્યના ઉમેદવાર અને વિધાનસભાની ચુંટણીમાં પ્રકાશ વરમોરાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી
જેમા પ્રકાશ વરમોરાને વડાપ્રધાન ગણાવતા ભારે રમુજ પેદા થઈ હતી અને ઉપસ્થિત લોકો પણ બે ઘડી અચંબિત થઈને પ્રવચનને પરાણે ગળે ઉતારી સહન કરવુ પડ્યુ હોય તેવો તાલ સર્જાયો હતો જેનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આમ ભાજપના નેતાઓને દેશના વડાપ્રધાન કૌન ? તેવા સવાલો સાથે અપુરતા જ્ઞાનની ઉણપ દેખાય હતી તેવો તાલ હળવદમાં જોવા મળ્યો હતો