Sunday, July 6, 2025

મોરબી જીલ્લા પોલીસ દ્વારા મોરબીમાં સર્વ રોગ નિદાન મેડીકલ કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લા પોલીસ દ્વારા આજે મોરબીમાં તાલુકા પોલીસ લાઇનમાં આવેલ આંગણવાડી ખાતે સર્વ રોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના તેમજ DYSP ઝાલા તેમજ DYSP ગૌસ્વામીના માર્ગદર્શન મુજબ આજે સવારે ૯/૦૦ વાગ્યા થી મોરબી જિલ્લા પોલીસ દ્વારા સર્વ રોગ નિદાન અંગેના મેડિકલ કેમ્પનું આયોજન તાલુકા પોલીસ લાઇનમા આવેલ આંગણવાડી ખાતે કરવામાં આવેલ હતું.

જેમાં રાજકોટના ખુબ જ ખ્યાત નામ ડોક્ટરની ટીમ જેમાં ઓર્થોપેડીક, ડેન્ટલ, બાળકોના તેમજ સ્ત્રી રોગના તેમજ ચામડી ના તેમજ અન્ય મળી કુલ ૧૨ ડોક્ટરોની ટીમ એક જ જગ્યાએ ઉપલબ્ધ રહ્યા અને તેમનો મોરબી જીલલાના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પોતાના પરિવાર સાથે આ કેમ્પમા હાજર રહી તેનો વધુમા વધુ લાભ લીધેલ હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર