મોરબી: મોરબી ઝૂલતો પુલની ગોઝારી દુર્ઘટનાને આટલા દિવસો વીત્યા બાદ હજુ પણ પીડિત પરિવારો તે દિવસને ભૂલ્યા નથી ત્યારે આ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મનીષાબેન રાજેશભાઈ ચૌહાણના જન્મદિવસ નિમિતે બટુક ભોજન કરાવ્યું હતું અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મોરબીમા સામા કાંઠે ગાંધી સોસાયટી નઝરબાગ રેલ્વે સ્ટેશન સામે રહેતા મનીષાબેન રાજેશભાઈ ચૌહાણનુ દુર્ઘટનામાં મોત થયું હતું અને આજે સ્વ. મનીષાબેનો જન્મદિવસ હોય ત્યારે ચૌહાણ પરિવાર દ્વારા બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું પોતાની લાડકી દીકરીની સ્મૃતિમાં બાળકોને ભોજન કરાવી જન્મદિવસ ઉજવ્યો હતો. અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
