મોરબી તપોવન વિદ્યાલય ખાતે આચાર્ય નરેશજીનો રાષ્ટ્ર, ધર્મ અને વ્યક્તિત્વ વિકાસ વિષય પર સેમિનાર યોજાયો
આચાર્ય નરેશજી એ તેમના વકતવ્યમાં જ્ઞાન, બ્રહ્મચર્ય, રાષ્ટ્રભાવના, વેદ, સભ્યતા, અંધશ્રદ્ધા જેવી બાબતો પર ખુબ સરળ શૈલીથી માર્ગદર્શન આપી, વિદ્યાર્થીઓને એક આદર્શ માનવી અને નાગરિક બનવા પ્રોત્સાહિત કર્યા. આ તકે શાળાના સંચાલક અશોકભાઈ રંગપરિયા, પ્રિન્સિપાલ નરેશભાઈ સાણજા, પ્રાથમિક વિભાગના સંચાલક દિપ્તીબેન રંગપરિયા તેમજ સમગ્ર સ્ટાફગણ દ્વારા આચાર્ય નરેશજીનો આભાર વ્યક્ત કર્યો હતો.