Wednesday, May 8, 2024

પાલીકા પ્રમુખ સતવારા સમાજના હોવાં છતાં સતવારા વાડી વિસ્તાર ને અન્યાય થતો હોવા ની રાવ ઉઠી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વાડી વિસ્તારના કામો બાબતે પાલીકા પ્રમુખ નાં પતિ અને એક સતવારા સમાજના યુવાન નો ઓડીયો પણ વાયરલ થયો હતો મોરબી શહેર ની એ ગ્રેડ ની ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૧ માં પ્રજા ને મળવી જોયતી પ્રાથમિક સુવિધા આપવા માં નગર પાલિકા સાવ નિષ્ફળ ગયેલ છે

પાલિકા ના પ્રમુખ કે કે પરમાર અને તેની સાથે સતવારા સમાજ ના અન્ય સદસ્ય પણ ભાજપ ની પેનલ માં ચૂંટાયા છે અને પાલિકા માં થી મળતીમાહિતી પ્રમાણે આ વાડી વિસ્તાર માટે સરકારે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ છે છતાં આં વિસ્તાર ના કામ કોય કરવા માં આવતા નથી ત્યારે આ વિસ્તાર ની તારીખ ૨૩/૩/૨૦૨૨ ને બઘુવાર ના રોજ વાડી વિસ્તાર રોલા રાતડીયાની વાડી ભાયત રોલ ની વાડી. કપોરી ની વાડી.શીયાર ની વાડી પાનેલી ની વાડી અને સામતાણીની વાડી ના આગેવાન ની એક મીટીંગ મળેલ

જેમાં મોરબી નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૧ માં લાઈટ સફાઈ પાણી અને ગટર અને ભૂગર્ભ ગટર અને રોડ રસ્તા ની સુવિઘા આપવા માં આવતી નથી તે માટે આજ રોજ સતવારા સમાજ વાડી વિસ્તારની મીટીંગ રોલાં રાતડિયા ની વાડી માં હોળી ચોક માં મળેલ અને આં પ્રાથમિક સુવિધા માટે થય ને ચર્ચા કરવા માં આવી નગરપાલિકા માં અનેક વખત રજુઆત કરવા છતાં પણ પ્રાથમિક સુવિઘા આપવા માં આવતી નથી

માટે થય ને આવનાર સમય માં આં વિસ્તાર ને પ્રાથમિક સુવિધા ઓ આપવા માં નહિ આવેતો આવનાર દિવસો માં નગર પાલિકા ને ઘેરાવ કરવા નું નક્કી કરેલ અને આવનાર વિધાન સભાની ચૂંટણી માં મત નો બહિષ્કાર કરવા માં આવશે તેમ. નક્કી કરેલ આ વોર્ડ નંબર ૧૧ ના ચારે ચાર સદસ્ય સતવારા સમાજ ના છે અને પાલિકા પ્રમુખ કે.કે પરમાર પણ સતવારા સમાજ ના હોવા છતાં આં વાડી વિસ્તાર ના કોય કામ કરવા માં આવતા નથી માટે સાતેય વાડી ના સતવારા સમાજ ના લોકો એ ચીમકી ઉચારી છે કે આ વાડી વિસ્તાર ને પ્રાથમિક સુવિઘા આપવા માં નહિ આવે તો પાલિકા ને ઘેરાવ કરવા માં આવશે અને વિધાન સભા ની ચૂંટણી માં મત નો બહિષ્કાર કરવા માં આવશે તેમ સતવારા સમાજ વોર્ડ નંબર ૧૧ ના કાના ભાઈ મલા ભાઈ તેમજ પ્રફુલ નકુમ તેમજ સુરેશ ડાભી.અને નીતિનભાઈ ની યાદી જણાવે છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર