Sunday, June 22, 2025

મોરબી નજીક ટ્રકમાં આગ લાગતા નાસભાગ :ડ્રાઇવરનો સદનસીબે બચાવ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના જોધપર નદી નજીક પુઠ્ઠા પસ્તી ભરેલ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, સદનસીબે આગની આ ઘટનામાં ડ્રાઇવરનો બચાવ થયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જોધપર નદી, મચ્છુ ડેમ નજીક જીજે – 03 – BY – 6708 નંબરના પુઠ્ઠા પસ્તી ભરેલ આઇસર ટ્રકમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ટીમે પાણીનો મારો આગ બુઝાવી હતી. આગની આ ઘટનામાં સદનસીબે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર