મોરબી: મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજિયાના પુત્ર ક્રિષ્નના જન્મ દિવસની આજે તા. 18/01/ 2023 ને બુધવારે અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. જેમાં જે દંપતી માતા-પિતા બનવા જઈ રહ્યા છે તેમને ‘ગર્ભ સંહિતા’ ભાગ 1 અને 2 પુસ્તકો ભેટ સ્વરૂપે આપી અને જે માતા-પિતા બની ચૂક્યા છે તેમને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે માટે “બાળ ઉછેર બે હાથમાં” પુસ્તકો ભેટ સ્વરૂપે આપેલ. આ અગાઉ આ પુસ્તકો 1000 નંગની આસપાસ પી.ડી. કાંજિયા દ્વારા જરૂરિયાત ધરાવતા લોકોને આપવામાં આવેલ હતી આજે ક્રિષ્નના જન્મદિવસ નિમિત્તે 200 થી ઉપર આ પુસ્તકોનું ભેટ સ્વરૂપે વિતરણ કરવામાં આવેલ.
આ સિવાય શિયાળાની કાતિલ ઠંડીથી બચવા બ્લેન્કેટ જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવેલ તેમજ ગાય માતાને ઘાસચારો આપેલ આટલું કાર્ય કરવા ઉપરાંત સરકારી શાળાઓમાં જઈને 2500 જેવા વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવેલ. ખરેખર ધન્ય છે આ માતા પિતાને કે જે આવા વિચારો થકી કેટલાય લોકોનું કલ્યાણ થાય છે તેમજ બીજા માતા પિતાને પણ પ્રેરણા બળ પૂરું પાડવાનું નિષ્ઠાવાન કાર્ય કરે છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...