મોરબી નવલખી ફાટક નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી નવલખી રોડ નવલખી ફાટક નજીક ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ નવલખી ફાટક નજીક આરોપી મયુરભાઈ બટુકભાઈ સિસોદીયા મોરબી વાવડી રોડ ગણેશનગર શેર નં -૨ તા. મોરબી વાળા એ પોતાના કબ્જા હવાલા વાળી નંબર પ્લેટ વગરની અલ્ટો કારમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં રૂ.૬૦૦ તથા અલ્ટો કાર કિં રૂ.૮૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૮૦,૬૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.