મોરબી નવા આધુનિક બસ સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મોરબીની આગવી ઓળખ સમાન આ નવા આધુનિક બસ સ્ટેન્ડને કાયમી આવુને આવું સ્વચ્છ સુઘડ રાખવાની જવાબદારી મોરબીના રહેવાસીઓની છે. તેમજ આ તકે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હાલમાં મોરબી વિભાગીય એસટી ડેપો દ્વારા વિવિધ એક્સપ્રેસ, લોકલ, ઇન્ટરસિટી, અને ઇલેક્ટ્રિક બસ મારફતે દૈનિક ૫૦ હજાર કિલોમીટર ઉપર બસ દોડવાઈ રહી છે અને મોરબી રાજકોટ વચ્ચે અતૂટ નાતો હોય દૈનિક ૭૦ ઇન્ટરસિટી અને ૨૦જેટલી એસી ઇલેક્ટ્રિક બસ દોડવાઈ રહી છે જે આવનાર સમયમાં હજુ પણ વધારી મુસાફરોની સુગમતા માટે આગામી તા.૨૧ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે નવી ૩૨૧ બસ ભેટ આપવામાં આવશે તેમાંથી પણ મોરબીને નવી બસ ફાળવવામાં આવશે તેમ જણાવી મોરબીને સુવિધા માટે સરકાર હમેશ વિચારાધીન હોવાનું તેમને જણાવ્યું હતું. તેમજ મોરબીથી ટોટલ ૭૦૪ ટ્રીપ કરવામાં આવે છે. જેમાંથી આશરે પચાસ હજાર કિમીની ટ્રીપ થાય છે. રોજીંદી એકપ્રેસ બસો ૧૭૦ રૂટ પર ચાલે છે. જેમાં રોજના ૩૨૯૬૦ લોકો મોરબીથી મુસાફરી કરે છે. અને આવનાર વર્ષોમાં આ આંકડો વધુને વધુ વધશે તેમને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.
મોરબીના નવ નિર્મિત નવા બસસ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે મોરબીથી સમગ્ર રાજ્યના લોકોને ચેતવણી આપવાની સાથે સાવધાન કરું છું, પ્રેમ કરવો કોઈ ગુન્હો નથી પણ સલીમ સુરેશ બનીને બહેન દીકરીને ફસાવે કે સુરેશ સલીમ બનીને બહેન દીકરીને પ્રેમજાળમાં ફસાવે તે જરાય સાંખી નહિ લેવાય. તેમજ પ્રેમ કરવો ગુનો નથી. પ્રેમના નામને બદનામ કરનાર સાંભળી લે. કોઈ સલીમ સુરેશના નામે મારી ભોળી દીકરીને ફસાવે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે. સલીમ સુરેશ બને કે સુરેશ સલીમ બને એ ખોટું છે. એક અરજી પર જ કડક કાર્યવાહી કરવામાં આવે બીજો ધક્કો ખવડાવવામાં નહિ આવે. મોરબી નગરજનોના સૌ નગરજનોને અપીલ છે. તમામની આ જવાબદારી છે. કોઈની આસ્થા કોઈના પ્રેમને બદનામ કરવાનો હકક કોઈને નથી. પોલીસ સમગ્ર રીતે સક્ષમ છે. અને આવી એક પણ ઘટનાને ગંભીરતા થી લેવામાં આવશે.