મોરબી: નિરવ જે પટેલનો આજે જન્મ દિવસ
મોરબી: નિરવ પટેલ સન ગ્લોસ કમ્પનીના મેનેજિંગ ડિરેક્ટર છે. પોતાના પિતા જયંતીભાઈ જેરાજ ભાઈ પટેલના વારસામાં બિઝનેસના ગુણો મળ્યા છે. બી. કોમ. સાથે ગ્રેજયુએટ થઇ બિઝનેસમાં જમ્પ્લાવ્યું અને સફળ બિઝનેસ મેન બન્યા છે. વર્લ્ડક્લાસ સિરામિક ઉદ્યોગની કંપની સોમાંની કંપની સાથે જોડાણ કરી સન ગલોસ કમ્પનીનો માલ આંતર રાષ્ટ્રીય ગુણવત્તા વાળો હોય, દેશ વિદેશમાં જઈ રહ્યો છે. સાથે સાથે પિતાજીના સેવા કાર્યોમાં પણ જોડાયેલ રહે છે, તેઓ ઉમિયા માનવ સેવામાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. મોરબી ચેમ્બર ઓફ કોમર્સમાં પણ ડિરેક્ટર છે અને મોરબી સિરામિક એસોસિયેશનમાં ઉપ પ્રમૂખ છે. આટલી બધી ઉપલબ્ધિ પછી પણ નિરવ પટેલ ખુબ જ સરળ વ્યક્તિત્વ ધરાવે છે. નિરવ પટેલને જન્મ દિવસ નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છા.