Monday, August 18, 2025

મોરબી: નીલકંઠ સ્કૂલમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

નીલકંઠ સ્કૂલમાં વિશ્વ મહિલા દિવસ પર્વની મોરબીના સફળ મહિલાઓના સન્માન દ્વારા શાનઉજવણી કરવામાં આવી.

મોરબી: 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નીલકંઠ સ્કૂલમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ ના મહત્વ ને સમજીને મૂલ્ય શિક્ષણ માટે હંમેશા અગ્રેસર રહેતી નીલકંઠ સ્કૂલ દ્વારા ગુજરાત પોલીસ ડીપાર્ટમેન્ટ અને ગુજરાત માટે ગર્વ કહી શકાય તેવા મહિલા ભૂમિકાબેન ભૂત કે જેઓ ગિરનાર પર્વત આરોહણ માટે પ્રખ્યાત છે અને અલગ અલગ સ્પર્ધામાં તેમણે 26 જેટલા ગોલ્ડ મેડલ મેળવેલા છે. તેમણે 8માં નંબરનું માઉન્ટ મનાસ્લુનું આરોહણ કર્યું છે.પોતે હૈયું,હામ અને હિમાલય નામના પુસ્તકના લેખક પણ છે. તેવી વિરલ મહિલા ભુમિકાબેન ભૂતનું નીલકંઠ સ્કૂલ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું અને તેમના દ્વારા નારી સશકિતકરણ વિષય પર સ્કૂલની વિદ્યાર્થિનીઓને સંબોધન આપવામાં આવ્યું.

આ તકે અન્ય આમંત્રિત મહેમાનોમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ-મોરબી ની નારી શકિતઓ શોભનાબા ઝાલા,નયનાબેન બારા,મયુરીબેન કોટેચા અને પૂનમબેન હિરાણી પણ હાજર રહ્યા હતા અને તેઓએ પણ વિદ્યાર્થીનીઓને જીવન માં સફળ થવા માટે ખુબ જ જરૂરી મૂલ્યો વિશેની લાગણીસભર માહિતી આપી હતી.

નીલકંઠ સ્કૂલની ધો- 6 થી 11ની વિદ્યાર્થીનીઓ દ્વારા મહિલા દિવસ નિમિતે ભારતની સફળ સ્ત્રીઓના જીવન પર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા અને સુંદર પ્રોજેક્ટ બનાવનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ આપી સન્માનીત કરવામાં આવી.

નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટીઓ નવનીતભાઈ કાસુન્દ્રા અને જીતુભાઈ વડસોલા દ્વારા આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું અને સ્કૂલની વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર