મોરબી : ન્યુ ચંદ્રેસ સોસાયટીમાં પુરપાટ ઝડપે કારથી હડફેટે લઈ બંધુકનો રોફ જમાવતા ફરિયાદ નોંધાય
મોરબી: મોરબીની ન્યુ ચંદ્રેશનગર સોસાયટીમાં યુવાન તથા તેનાં મિત્રો નાળીયેરથી રમતા હતા ત્યારે બે શખ્સોએ ક્રેટા કાર પુર ઝડપે ચલાવી યુવકને હડફેટે લઈ સામાન્ય મુંઢ ઇજા કરી યુવકને તથા તેના મિત્રોને બંને શખ્સોએ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી શખ્સોએ પોતાની લાયસન્સવાળી રીવોલ્વર કાઢી રોફ જમાવ્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને બંને શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના મુનનગર ચોક ન્યુ ચંદ્રેશનગરની બાજુમાં વૃષભ પાર્ક સ્વર્ગટાવરમા રહેતા શૈલેષભાઇ લક્ષ્મણભાઈ માકાસણા (ઉ.વ.૪૩) એ આરોપી સાગરભાઈ ફુલતરીયા રહે. તરઘરી તા.માળીયા (મી) હાલ સતનામ સોસાયટી મોરબી તથા અતુલ જોશી રહે. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૩-૦૩-૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે ફરીયાદી તથા મિત્રો શેરીમા નાળીયેર થી રમતા હોય ત્યારે આરોપી સાગરભાઈ એ પોતાની ક્રેટાકાર નં.જી.જે.૧૮-બી.આર.૧૩૦૩ વાળી પુરઝડપે ચલાવી ફરીયાદીને હડફેટ લઇ સામાન્ય મુંઢ ઇજા કરી ફરીયાદી તથા મિત્રોને આરોપીએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી આરોપી સાગરભાઈએ પોતાની લાયસન્સવાળી રીવોલ્વર કાઢી રોફ જમાવ્યો હતો. આ બનાવ અંગે શૈલેષભાઇએ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ-૫૦૪,૫૦૬(૨),૩૩૭,૨૭૯,૧૧૪ એમ.વી.એકટ.૧૭૭,૧૮૪ આમ્સએકટ.કલમ.૩૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.