મોરબી: પાણીનાં ટાંકામાં પડી ડુબી જતાં વૃદ્ધનું મોત
મોરબી: મોરબી પંચાસર ચોકડી પાસે માધાપર વાડી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ પંચાસર ચોકડીમાં આવેલ ગેસ આધારિત સ્મશાનની પાછળ આવેલ પાણીનાં ટાંકામાં પડી ડુબી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વિજયભાઇ ધીરજલાલ પારેખ ઉવ.૫૮. રહે. મોરબી માધાપર વાડી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ પંચાસર ચોકડી તા.જી.મોરબી વાળા કોઇ કારણસર ગત તા.૦૩/૦૩/૨૦૨૩ ના રોજ કોઇ પણ સમયે મોરબી પંચાસર ચોકડી પાસે માધાપર વાડી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ પંચાસર ચોકડી માં આવેલ ગેસ આધારીત સ્મશાનની પાછળ આવેલ પાણીના ટાંકામાં કોઇ કારણોસર પડી જતા ડુબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.