મોરબી પોલીસની ઓસરતી ધાક: મોરબી-વાંકાનેર હાઈવે પર શક્તિ ચેમ્બર-1,2માં 20 દુકાનોના તાળા તુટ્યા
મોરબીમાં અનેક વિસ્તારોમાં અવારનવાર ચોરીની ઘટનાઓ બનતી હોય છે મોરબીમાં જાણે તસ્કરોને પોલીસનો ભય ન રહ્યો હોય તેમ દિવસે દિવસે ઘરફોડ ચોરીની ઘટના બની રહી છે ત્યારે થોડા દિવસ પહેલા જ મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ સિરામિક પ્લાઝા -૧,૨ માં ૫૦ થી વધુ દુકાનોના તાળા તોડી તસ્કરો ચોરી કરી હતી તે હજી ચોર ઇસમોને પોલીસ પકડવામાં નિષ્ફળ નિવડી છે ત્યારે ફરી એક વખત ગત મોડીરાત્રે મોરબી – વાંકાનેર હાઈવે પર આવેલ શક્તિ ચેમ્બર-૧,૨માં ૨૦ જેટલી દુકાનોના તાળા તોડી ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે ત્યારે લોકો હવે પોલીસના નાઇટ પેટ્રોલીંગ પર સવાલો ઉઠવી રહ્યા છે. અને સવાલો ઉઠાવી રહ્યા છે કે શું પોલીસ દ્વારા આ તસ્કરોને ઝડપી શકાશે કે નહીં?