Monday, September 22, 2025

મોરબી : પોલીસને હવે શરમ આવી જોઈએ ! ધોળા દિવસે 15 લાખ રોકડા સહિતની ચોરીને અંજામ આપતા ચોર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: એક રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવી અધધધ 1100 ગ્રામ સોનુ અને રૂ. 15 લાખ રોકડાની તસ્કરીને અંજામ આપ્યો છે. જો કે ચોકીદારી કરતો શખ્સ પણ ગાયબ હોય, શંકાના દાયરામાં આવ્યો છે.હાલ આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.

મોરબી કાયાજી પ્લોટ મેઈન રોડ ઉપર રહેતા હિમાંશુભાઈ ચંદ્રકાંતભાઈ ચંડીભમર પરિવાર સાથે ગઇકાલે રાજકોટ પ્રસંગમાં ગયા હતા. તેઓ આજે ઘરે પરત આવ્યા હતા. જે દરમીયાન તેઓને માલુમ પડ્યું કે ઘરમાં ચોરી થઇ હતી. ચોર 1100 ગ્રામ સોનાના દાગીના અને રૂ. 15 લાખ રોકડા ઉઠાવી ગયા હતા. આ સાથે ચોર સીસીટીવીનું ડીવીઆર પણ પોતાની સાથે લઈ ગયાનું ધ્યાને આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પ્રસંગમાં જવાનું હોય પરિવારે લોકરમાંથી દાગીના કાઢ્યા હતા. પણ તે દાગીના ઘરે જ રહી ગયા હોય, ચોરે મોકો જોઈને ઘરને નિશાન બનાવ્યું હતું. ઉપરાંત હાલ ઘરની ચોકીદારી કરતો શખ્સ પણ ઘરે હાજર ન હતો એટલે તે શંકાના દાયરામાં છે. હાલ આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર