મોરબી: મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા જીલ્લા વહીવટી તંત્ર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને યુ.એન. મહેતા આર્ટસ કોલેજ એન એસ એસ વિભાગના સહયોગથી આજે ખાખરાળા પ્રાથમિક શાળા, ગામ – ખાખરાળા, તાલુકો-મોરબી ખાતે એન એસ એસની વાર્ષિક શિબિરમાં “આપદા સમયે જીવન સલામતી” સંદર્ભનું ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં એન એસ એસ યુનિટ તેમજ શાળાના વિદ્યાર્થીઓ તેમજ દરેક સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કુદરતી કે કૃત્રિમ આપદા સમયે કેવી રીતે કામગીરી કરવી, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા, આગ ના લાગે એ માટેના જરૂરી પગલાં, આગ લાગે ત્યારે કેવી રીતે કામગીરી કરવી તેમજ ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવી એ શિખવાડવામાં આવ્યું.
મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે, ફાયરના સાધનોનું ડેમોન્સટ્રેસન અને કોઈ પણ ફાયર અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર ૧૦૧ વિષે માહિતી આપવામાં આવી તેમજ ફાયર વોટર બ્રાઉઝર દ્વારા ફાયર ફાઈટીંગ નું ડેમોન્સટ્રેશન કરવામાં આવ્યુ હતુ.
મોરબી જીલ્લાના ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીક તથા રોલીંગ પેપરનું વેંચાણ કરતા બે ઈસમો મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરેલ છે.
મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેઈડ કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બે ઈસમો પાસેથી નશાકારક ગોગો...
સરદાર પટેલ ની 75 મી પુણ્યતિથિ નિમિત્તે કરમસદ ના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે સન્માન કરવામાં આવ્યું
ધ સરદાર મિશન અને સરદાર પટેલ શોધ સંસ્થાન ના સંયુક્ત ઉપક્રમે એવોર્ડ ફંકશનનું આયોજન
જિગ્નેશ કાલાવડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે 25 કરોડ કૂર્મી - પાટીદારો ની એકતા માટેના પ્રયાસો ની નોંધ લઈને તેમનુ સન્માન કરવામાં...
મોરબીના દલવાડી સમાજના યુવાન ગણેશભાઈ પરમાર કે જેઓ ભારતીય સેનામાં સિકંદરાબાદ ખાતે ફરજ બજાવતા હોય ત્યારે શહિદ થઈ જતા મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા શહિદ જવાનના પરિવારની મુલાકાત કરી શાંત્વના પાઠવી શહિદ જવાનના પરિવારને રૂપિયા 75000ની સહાય અર્પણ કરવામાં આવી હતી.