મોરબી બાર એસો. ચુંટણીના પરીણામ જાહેર: નવા પ્રમુખ તરીકે વિપુલભાઈ જેઠલોજા ચૂંટાયા
મોરબી : મોરબી બાર એસોશિએશનમાં પ્રમુખ, ઉપ પ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ત્રણ કારોબારી સભ્ય સહિત ૭ પદ માટે કુલ ૨૦ ઉમેદવારો માટે ચૂંટણી આજે ચુંટણી યોજાઈ હતી ત્યાર બાદ સાંજે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી બાર એસોશિએશનના નવા પ્રમુખ પદે વિપુલભાઈ જેઠલોજા ચૂંટાતા તેઓ બાર એસોસિએશનના નવા પ્રમુખ બન્યા છે.
મોરબી બાર એસોસિએશન ચુંટણીમાં પ્રમુખની રેસમાં પાંચ ઉમેદવારો મેદાનમાં હતા જેમાં સૌથી વધુ ૧૫૬ મત મેળવીને વિપુલભાઈ જેઠલોજા વિજેતા બન્યા છે જયારે સેક્રેટરી પદની રેસમાં ત્રણ ઉમેદવારમાં જીતેન ડી અગેચણીયાને સૌથી વધુ ૨૨૩ મત મળતા તેઓ વિજેતા જાહેર થયા છે જોઈન્ટ સેક્રેટરી તરીકે અમિતભાઈ ડાભીને ૧૪૪ મત મળતા તેઓ વિજયી જાહેર થયા છે.
તે ઉપરાંત કારોબારી પદની રેસમાં પાંચ ઉમેદવાર મેદાને હતા જેમાં ધવલ શેરશીયા, મેંદપરા હાર્દિક અને બ્રિજરાજસિંહ ઝાલા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે તો ઉપપ્રમુખની ચુંટણીમાં બી કે ભટ્ટને ૧૪૫ મત અને પારેખ અલ્પેશને ૧૪૭ મત મળ્યા હતા જેમાં રી કાઉન્ટીગની માંગ કરવામાં આવતા ઉપપ્રમુખના વિજેતા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી ચુંટણી અધિકારી તરીકે રાજેશ બદ્રકીયા, જય પરીખ સહિતનાઓએ ફરજ નિભાવી હતી.