Friday, August 15, 2025

મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી થશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં આજે હાઈકોર્ટમા સુનાવણી થશે, જે પહેલા રાજ્ય સરકારે તપાસ માટે રચેલ SIT એ પોતાનો પ્રિલીમરી રિપોર્ટ બંધ કવરમાં ગુજરાત હાઇકોર્ટને સોંપ્યો છે. ત્યારે આ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. જેમાં ઓરેવા ગ્રૂપ અને પાલિકાની બેદરકારી સામે આવી હોય તેવું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે તપાસ માટે રચેલ SIT એ પોતાનો પ્રિલીમરી રિપોર્ટ બંધ કવરમાં ગુજરાત હાઇકોર્ટને સોંપ્યો છે. SIT એ એક રિપોર્ટ ગુજરાત સરકારને પણ સોપ્યો છે. મોરબી બ્રિજ તૂટવામાં પ્રાથમિક કારણોનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. SIT એ પ્રિલીમરી રિપોર્ટ રજૂ કર્યો ફાઇનલ રિપોર્ટ હજુ રજૂ કરવામાં આવશે. મોરબી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તેની તપાસ માટે SIT ની રચના કરી હતી. જેમાં મોરબી ખાતે ઝુલતા પુલ રિપેરિંગમા જાળવણી, સંચાલનમાં અનેક ખામીઓ હોવાનો ખુલાસો થયો છે. તેમજ મોરબી ઝુલતા પુલ દુર્ઘટના‌ અંગે એસાઈટીનો રીપોર્ટ રજુ કરાયો હતો જેમાં ૪૯ કેબલ પૈકી ૨૨ કેબલમા કાટ લાગેલ હતો .‌તેમજ પુલ તુટતી વખતે ૩૦૦ લોકો હતા જે પુલની ભારવાહક છમતાથી અનેકગણા વધુ હતા.

જ્યારે હાલમાં SITનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે તેમાં એવું જણાવ્યુ છે કે, પાલિકાના ચીફ ઓફિસરે જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી વિના ઓરેવા કંપનીને કરાર કરી આપ્યો હતો ત્યાર બાદ પાલિકામાં જે રોજકામ કરવામાં આવ્યું છે તેમાં પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન દ્વારા સહી કરવામાં આવી છે અને ઝૂલતા પુલનું સક્ષમ ટેકનીકલ એક્સપર્ટના માર્ગદર્શન વગર જ રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. અને જે બે વાયર ઉપર પુલ હતો તેમાંથી જે વાયર તૂટી પડ્યો છે તેના કુલ ૪૯ કેબલમાંથી ૨૨ કેબલમાં કાટ લાગી ગયો હતો. આમ SIT દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેમાં ઓરેવા ગ્રૂપ અને પાલિકાની ઘોર બેદરકારી સામે આવી હોય તેવું જાણવા મળી રહ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર