Saturday, June 28, 2025

મોરબી: ભક્તિનગર સર્કલ પાસે હોટલોનુ ટ્રાફિક દેખાતું હોય તો ટ્રાફિક પોલીસને સ્કાય મોલ અને તેની પાસે આવેલી હોટલોનુ ટ્રાફિક કેમ નથી દેખાતું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે ખાણી- પીણીની આઠ જેટલી લારીઓ વાળાઓ મુખ્ય રોડ સુધી પોહચી જઈ ટ્રાફીકને અવરોધ રૂપ બનાતા હતા જેથી લારીઓ વાળાને મોરબી ટ્રાફિક પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.

ત્યારે મોરબીમાં સ્કાય મોલ પાસે આડેધડ ગાડીઓ પાર્ક કરી જે ટ્રાફિકને અવરોધ રૂપ બને છે તે મોરબી ટ્રાફિક પોલીસને દેખાતું નથી કે પછી જાણી જોઈને નજર અંદાજ કરવામાં આવે છે.

મોરબી શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ખાણીપીણીની બજારમાં ધંધાર્થીઓ રાત પડેને ટેબલ ખુરશીઓનો જમેલો છેક મુખ્ય રોડ સુધી પહોંચાડી દઈ જાહેર રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ ખુરશી ટેબલ ગોઠવી ધંધો કરતા અને ટ્રાફિકને અવરોધ રૂપ બનતા નાસ્તાના આઠ દુકાન ધારકોને સિટી એ ડિવીજન પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. જ્યારે મોરબી ટ્રાફિક પોલીસને મોરબી જીલ્લામાં ફક્ત એક જ ભક્તિનગર પાસે જ ટ્રાફિક દેખાય છે. જ્યારે મોરબીમાં સ્કાય મોલ પાસે અવારનવાર ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. જ્યાં આડેધડ વાહનો પાર્ક કરી ટ્રાફિક કરવામાં આવે છે તો એ કેમ મોરબી ટ્રાફિક પોલીસને નથી દેખાતું કે પછી જાણી જોઈને રાજકીય આગેવાનોના દબાણના કારણે નજર અંદાજ કરવામાં આવે છે. અને મોરબી સ્કાય મોલ આજુબાજુના વિસ્તારમાં તેમજ સોસાયટીમા રહેતા રહિશો દ્વારા પોલીસને તેમજ રાજકીય આગેવાનોને લેખીત તથા મૌખિકમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ સુધી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ થયો નથી. તેમજ મોરબીમાં અનેક જગ્યાએ આવી ટ્રાફિકની સમસ્યાઓ જોવા મળે છો તેના ઉપર મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહી તે આવનાર સમયમાં જોવું રહ્યું. ત્યારે મોરબી પોલીસ આવી એક ને ગોળ અને એકને ખોળ વાળી નીતી ક્યારે છોડશે તેવા સવાલો ઉઠી રહ્યા છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર