Monday, June 16, 2025

મોરબી: ભાઈના સાઢુંભાઈએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

છેલ્લા ઘણા દિવસથી મારામારી હત્યા ખંડણી દુષ્કર્મ અપહરણ જેવી ઘટના ને અંજામ આપતા અસામાજિક તત્વો બેકાબુ બન્યા છે કાયદાનો જાણે રતીભાર ડર ના હોય તેમ ગુનાહ આચરી રહ્યા છે.

રેન્જ આઈ.જી ની શહેરમાં મુલાકાત બાદ પણ ગંભીર ગુનાહ યથાવત

મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા સીરામીક કારખાનામાં રહીને મજૂરી કરતી યુવતી ઉપર તેના ભાઈના સાઢુંભાઈએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જો કે, દુષ્કર્મ બાદ ભોગ બનનારના પરિવારે વતન મધ્યપ્રદેશમાં જઈને ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. આ બનાવની મધ્યપ્રદેશથી ફરિયાદ આવતા મોરબી તાલુકા પોલીસે આ અંગે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ વાળાએ આ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સીરામીક યુનિટમાં રહીને પરિવાર સાથે મજૂરી કરતી 22 વર્ષીય યુવતી ઉપર તેના પરિવારના સંબંધી પંકેશ વાગરૂભાઈ નિનામાં નામના શખ્સે બળજબરીથી અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. આ યુવતીનો પરિવાર આ ઘટના બની એના એક અઠવાડિયા પહેલા જ મોરબી નજીક આ સીરામીક યુનિટમાં મજૂરી કામ કરવા આવ્યા હતા. જેમાં યુવતીના ભાઈનો સાઢુંભાઈ એવો આરોપી પંકેશ વાગરૂભાઈ નિનામાં મૂળ મધ્યપ્રદેશનો વતની અને અહીંયા સીરામીકમાં જ મજૂરી કરતો હોય સંબંધીના નાતે આ યુવતીના પરિવારને તે સીરામીક કારખાનામાં મજૂરી કામના બહાને લાવી યુવતી ઉપર નજર બગાડી અને સંબંધોને કલકિત કરીને દુષ્કર્મ આચર્યું હતું. આથી યુવતીએ પરિવારને આ દુષ્કર્મની વાત કરતા ઘટના બન્યા બાદ જે તે સમયે આ ભોગ બનનાર અને તેનો પરિવાર વતન મધ્યપ્રદેશ ચાલ્યો ગયો હતો. અને મધ્યપ્રદેશમાંથી આ બનાવની ફરિયાદ નોંધાવતા જીરો નંબરથી ફરિયાદ દાખલ થઈને આવતા તાલુકા પોલીસે આ બનાવનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, યુવતીનો પરિવાર હજુ મધ્યપ્રદેશ હોય તેઓ મોરબી આવ્યા બાદ આ બનાવની જરૂરી તપાસ આગળ વધશે એમ જણાવ્યું હતું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર