મોરબી: મોરબી મચ્છુ નદીના કાઠે આવેલા મચ્છુ માતાજીના મદિર નજીક સ્કૂલ બસ હડફેટે ત્રણ બાળકો સહિત ચાર ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સર્જાઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ મોરબી મચ્છુ નદીના કાઠે આવેલા મચ્છુ માતાજીના મદિર નજીક સ્કૂલ બસ હડફેટએ ત્રણ બાળકો સહિત ચાર ઇજાગ્રસ્ત થયા હતા આ બનાવ અંગે જાણ થતાં જ બાજુમાં રેસકયું કરી રહેલ NDRF અને SDRFના જવાનો તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી જઇ ઇજાગ્રસ્ત બાળકો સહિત ચાર લોકોને હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત કઈ રીતે સર્જાયો તેની કોઈ માંહીતી હજુ સુધી મળી નથી. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.
મોરબી : મોરબીના નાની બજાર ગોવર્ધન ધારી મંદિર પાસે રહેતા મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત (સર્વોદય ફ્લોર મિલ) તે સંજયભાઈના પિતા તેમજ ધ્રુવના દાદાનું આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારના રોજ દુખદ અવસાન પામેલ છે ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
સદગતની અંતિમ યાત્રા આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારે સાંજે...
માળીયા મીયાણા વિસ્તારના વેજલપર ગામમાથી બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા ૧૧ ઇસમોને રોકડ રકમ રૂપિયા ૩૦૩૦૦ ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વેજલપર ગામમાં આવેલ નવા પ્લોટમા કોળીવાસ શેરીમાં જાહેરમાં ગંજીપના...
મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલ હોલીસ વિટ્રીફાઇડ કારખાનાના ગેટ પાસે કોઈ અજાણ્યા ચોર ઈસમે ટ્રકની ટાંકીમાંથી આશરે ૧૪૦ લીટર ડીઝલ જેની કિંમત રૂપિયા ૧૩૦૦૦ નું ડીઝલ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજસ્થાન રહેતા અને ડ્રાઈવીંગ કરતા જીતેન્દ્રસિંગ લાદુસિંગ રાજપૂત (ઉ.વ.૪૮)...