આજે સોમવાર અને આવતીકાલે મંગળવારે એઆઇપીઇયુ યુનીયન દિલ્હીના આદેશ મુજબ દેશ વ્યાપી પોસ્ટ વિભાગના કર્મચારીની હડતાળ છે જે હડતાલમાં મોરબી જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસનાં કર્મચારીઓ જોડાયા હતા અને તેઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા
મોરબી સહિત દેશના પોસ્ટ વિભાગના કર્મચારીઓની પડતર માંગણીઓ જેવી કે જુની પેન્શન યોજના લાગુ કરે, ૧૮ મહિનાનું એરીયર્સ બાકી છે તે આપે, ફીનાકલ સર્વરનો પ્રોબ્લેમ દુર કરે, જીડીએસ માટે કમલેશ ચંદ્ર કમીટીના રીપોર્ટ મુજબની માંગણીઓ સ્વીકારે વિગેરેને લઈને આજે સોમવાર અને મંગળવારે ભારતના પોસ્ટ કર્મચારીઓ હડતાલ ઉપર છે ત્યારે મોરબી એમડીજી સહિતની તમામ એસઓ અને ગામડાની બીઓના તમામ કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે અને મોરબીની મેઇન પોસ્ટ ઓફિસ પાસે સવારના ૮:૩૦ વાગ્યે ધરણાં તેમજ સુત્રોચાર પોસ્ટ વિભગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતા ત્યારે યુનિયનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર સહિતના આગેવાનો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા
મોરબી જીલ્લામાં આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રીપોર્ટ કરાવવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જેવુ પડે જે સામાન્ય વર્ગના લોકો માટે થોડું મુશ્કેલ છે જેથી આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મોરબી જીલ્લામા ઉપલબ્ધ કરાવવા માટે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાલાલ જે. ટમરીયા દ્વારા આરોગ્ય મંત્રી રૂષીકેશભાઈ પટેલ તથા...