આજરોજ મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે ભારત સરકારની પી.એસ. યોજના હેઠળ શ્રી જેતપર જૂથ સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવમાં ચણા – રાયડો ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં આજ રોજ 12 ખેડૂતો હાજર રહ્યા હતા સાથે સાથે ખેડૂતોને પોતાનો પાક લુઝ લઈને આવવા અપીલ કરવામાં આવી હતી
જેથી આજથી મોરબી માર્કેટ યાર્ડ ખાતે ચણા અને રાયડો ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં શ્રીફળ વધેરી ચણા વેચવા આવેલ ખેડૂતોને કુમકુમ તિલક કરી મોં મીઠા કરી ખરીદીનો પ્રારંભ કરાયો હતો. જેમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,રાજકોટ જિલ્લા સહકારી બેન્કના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા,માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયા કૃભકો અને ગુજકોના આગેવાનો હાજર રહ્યા હતા.
મોરબી શહેરમાં નવરંગ નેચરલ કલબ દ્વારા તા. ૧૪-૦૫-૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૦૮ થી ૦૧ કલાક દરમ્યાન મોરબી-૨ રામકૃષ્ણ જનકલ્યાણ રીલીફ સોસાયટી બાપા સીતારામ ચોક પોસ્ટ ઓફિસ સામે સદગુરૂ પાન સેન્ટર ખાતે રાહતભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
જેમાં ફુલ છોડના કલમી રોપા 26 પ્રકારના ગુલાબ મોગરો ચંપો કેવડો ગલગોટા દરેક...
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા મહાનગરપાલિકા ની ઇસ્ટ ઝોન ઓફીસ ખાતે ડે. – એન.યુ. એલ. એમ. યોજના અંતર્ગત બનેલા સખી મંડળો તથા સ્થાનીક મહિલાઓ માટે ઘરે બેઠા આર્થિક પ્રવૃત્તિ માટે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સખી મંડળની બહેનો ઘરેબેઠા પોતાની આજીવિકા મેળવી શકે તે માટે ઇન્મીટેશન...