મોરબી-માળિયા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલે આજે સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું
મોરબી: વિધાનસભાની ચૂંટણીના પડઘા પડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોનાં નામની બીજી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં મોરબી – માળિયા વિધાનસભાની બેઠક ઉપર જયંતીભાઈ પટેલને ટીકીટ આપવામાં આવતા આજે તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું
મોરબી-માળીયા બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલે કોંગ્રેસ કાર્યકરો સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને બે મિનીટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ સ્વામીનારાયણ મંદિરે દર્શન કર્યા હતા. તેમજ સરદાર પટેલ અને ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી જયંતિભાઈ પટેલે સમર્થકો સાથે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
જયંતીભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમને ફરીથી તક આપવામાં આવી છે જે બદલ તેઓએ કોંગ્રેસ પક્ષ અને કાર્યકરો તેમજ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. મિશન ૨૦૨૨ પરિવર્તનનું છે જનતા પરિવર્તન જંખે છે અને ગુજરાતની હાલની પરિસ્થિતિમાંથી લોકો પરિવર્તન ઈચ્છે છે એટલે મોરબીમાં પણ પરિવર્તન થવાનું છે અને તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો લોકોએ તેમને આવકાર્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.