મોરબી-માળિયા હાઈવે પર ટીંબડી પાટીયા નજીકથી ટ્રકની ચોરી
મોરબી: મોરબી-માળિયા હાઈવે પર ટીંબડી પાટીયા નજીકમોમાઈ ટ્રક સર્વીસ સ્ટેશનની બાજુમાંથી કોઈ અજાણ્યો ઈસમ ટ્રક ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર ટ્રક માલિકે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં રવાપર રોડ, હનુમાનજીના મંદિર પાછળ, વૈભવ લક્ષી સોસાયટીમાં રહેતા હીતેષભાઈ નરભેરામભાઈ આદ્રોજા (ઉ.વ.૩૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૧-૧૦-૨૦૨૨ થી ૦૧-૧૧-૨૦૨૨ સુધીમાં ફરીયાદીનુ ટાટા કંપનીનું LTP1109 રજીસ્ટર નંબર- GJ-03-AZ-6797 સને ૨૦૧૪ ના મોડલનો જેની કિંમત રૂ.૫,૦૦,૦૦૦ વાળો ટ્રક કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ટ્રક માલિક હીતેષભાઈએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.