Monday, July 7, 2025

મોરબી – માળીયા ને.હા. રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવકનુ મોત; એક ઈજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળિયા (મી): મોરબી – માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર સુરજબારી પુલ પાસે ટ્રકની સાઈડ કાપવા જતાં બાઈક સ્લીપ મારી જતા માથામાં હેમરેજ થતા યુવકનુ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી મુજબ જામનગર રહેતા કાસમભાઈ ઉર્ફે અલ્તાફભાઈ ઈબ્રાહીમભાઈ દલ (ઉ.વ.૨૨) એ પોતાના હવાલા વાળુ મોટરસાયકલ રજીસ્ટર નંબર- જી.જે-૧૦- સી.આર-૭૬૬૯ વાળુ પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજા માનવની જીંદગી જોખમાય તે રીતે ફુલસ્પીડમા ચલાવી આગળ જતા ટ્રકની સાઇડ કાપવા જતા મોટરસાયકલ પરથી કાબુ ગુમાવતા મોટર સાયકલ સ્લીપ મારી જતા સાબીરભાઈ ઈબ્રાહિમભાઈ જોખીયા (ઉ.વ.૨૧) રહે. જામનગર વાળાને ડાબા હાથામા તથા કમર પાસે તથા જમણી આંખ પાસે ઇજા પહોચાડી તેમજ બાઈક ચાલક કાસમભાઈ ઉર્ફે અલ્તાફભાઈને શરીરે નાની મોટી ઇજા પહોંચતા હેમરેજ થઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સાબીરભાઈ ઈબ્રાહિમભાઈ જોખીયાએ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર