મોરબી-માળીય ને.હા. રોડ પર ટ્રક પાછળ ઘુસી જતા બાઈક સવારનું મોત
માળીયા (મી): મોરબી – માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામથી આગળ હિરવા કાંટા પાસે ટ્રક પાછળના સેફ્ટી ગાર્ડ સાથે ભટકાતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસ મથકે ટ્રક ચાલકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ સતારભાઈ કાળાભાઈ પીલુળીયા (ઉ.વ.૬૦) રહે. જામનગર વાળાએ પોતાના હવાલા વાળુ મોટર સાઇકલ રજીસ્ટર નંબર GJ-10 CG-4660 વાળુ પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી રામાભાઈ સવજીભાઈ સાંભળ રહે. ભુજ. કચ્છ વાળાના ટ્રક નં.GJ-12-BY-9833 ની પાછળના સેફ્ટી ગાર્ડ સાથે ભટકાડી બાઈક સવાર સતારભાઈ કાળાભાઈને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રક ચાલક રામાભાઈ સવજીભાઈ સાંભળ રહે. ભુજ. કચ્છ વાળાએ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.