Monday, May 19, 2025

મોરબી: યુવતીને બેભાન કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: જિલ્લા પોલીસ વડા દ્વારા તાજેતરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે માટે પેટ્રોલિંગ શરૂ કર્યું અને અમુક મીડિયા મિત્રો એ હેડિંગમાં વાહ વાહ પ્રસિદ્ધ કરી પરંતુ જિલ્લા પોલીસ વડા પર અનેક સવાલો થઈ રહ્યા છે શહેરમાં લૂંટ હત્યા મારામારી અપહરણ તેમજ દુષ્કર્મ ની ઘટના તો અવાર નવાર થઈ રહી છે ત્યારર પોલીસ આ બધા નાટક બંધ કરીને કાયદો વ્યવસ્થા જાળવે તેવું પ્રજા ઇચ્છી રહી છે

ચાર યુવકે પરિણીતા ને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું

મહિલાની સુરક્ષાની જવાબદારી કોણ લેશે ! અવાર નવાર મહિલાની છેડતી અપહરણ દુષ્કર્મ થી મહિલાઓમાં ભયનો માહોલ

ગંભીર પ્રકારના ગુનાઓ સામાન્ય બની ગયા છે પોલીસની ધાક જ રહી ના હોય તેમ છેડતી અને દુષ્કર્મ જેવા મહિલાઓ સાથેના ગંભીર ગુના હવે સામાન્ય બની ગયા છે જેમાં વધુ એક દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં બ્યુટીપાર્લરના ધંધાર્થી મહિલાને ઓફિસમાં બોલાવી નશાકારક દ્રવ્યો પીવડાવી ચાર ઇસમોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરિણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ પર આરોપી યશ દેસાઈએ તેની ઓફિસમાં પરિણીતાને બોલાવી હતી જ્યાં નશાકારક દ્રવ્ય પીવડાવી દીધું હતું જેથી પરિણીતા બેભાન બની ગઈ હતી અને બાદમાં ભાનમાં આવી ત્યારે આરોપી ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ નગ્ન અવસ્થામાં ઉભો હતો તેમજ મહિલાએ જે કપડા પહેર્યા હોય તેના બદલે તેના શરીર પર બીજા કપડા જોવા મળ્યા હતા.

જેથી પરિણીતા સાથે દુષ્કર્મ થયું હોય તેવું માલૂમ પડ્યું હતું અને તેને ઘરે જવાનું કહેતા આરોપીએ ઓફિસનો દરવાજો ખોલ્યો ના હતો જેથી ભોગ બનનાર પરિણીતાએ તેના પતિને બનાવ મામલે જાણ કરી હતી અને ફોન કરીને બોલાવતા પતિ આવ્યા હતા અને પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી

મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ, અભિ પટેલ, યશ દેસાઈ અને એક અજાણ્યો ઇસમ એમ ચાર આરોપીઓ વિરુદ્ધ મહિલાને ઓફિસમાં બોલાવી નશાકારક દ્રવ્ય પીવડાવી બેભાન કરી મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ડીવાયએસપી ગોસ્વામી ચલાવી રહ્યા છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર