Thursday, July 10, 2025

મોરબી-રાજકોટ બાયપાસ રોડ જુના સાદુળકા નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા યુવક ઈજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી રાજકોટ બાયપાસ રોડ ઉપર જુના સાદુળકા ગામની સીમમાં નાયરા પંપની બાજુમાં એક પંચરની દુકાન નજીક રોડ પર ઉભેલા ટ્રક પાછળથી ટ્રકે ટક્કર મારી નિચે ઉભેલ યુવકને હડફેટે લેતા યુવક ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે યુવાને આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ અંસાર ઉસ્માનભાઈ પસ્વાર (ઉ.વ.૧૮) રહે. ત્રિશિલ ટ્રાન્સપોર્ટ ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળાએ આરોપી ટાટા કંપનીનું ૨૫૧૫ મોડલ ટ્રક રજીસ્ટર નંબર GJ-12-Z-0736 ના ચાલક નરોત્તમભાઇ મોહનભાઈ પરમાર રહે ગાંધીધામ જી કચ્છ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૩-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે ટાટા કંપનીના ૨૫૧૫ મોડેલ ટ્રક રજી નં-GJ-12-Z-0736 ચાલકે પોતાના હવાલાનું વાહન પુર ઝડપે અને બેદરકારી ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી ચલાવી આવી ફરીયાદીને તેમની ઉભેલ ટ્રક રજી નં- GJ-12-BY-2298 વાળીને પાછળથી ટક્કર મારી નિચે ઉભેલ ફરીયાદીને હડફેટે લઈ રસ્તા પર પછાડી દઈ માથાના ભાગે તેમજ ચહેરા ઉપર જમણા ભાગે ઈજા પહોચાડી તેમજ જમણા પગના ગોળાના ભાગે ફેક્ચર કરી તેમજ જમણા પગની પેની પાસે ઈજા પહુચાડી ભાગી ગયો હતો. આ બનાવ અંગે યુવકે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ IPC કલમ-૨૭૯,૩૩૭,૩૩૮ MV ACT કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર