મોરબી-રાજપર રોડ ઉપર બોલેરોએ બાઈકને હડફેટે લેતા બે ઈજાગ્રસ્ત
મોરબી: મોરબી થી રાજપર રોડ ઉપર શ્રી શક્તિ કોલ્ડ સ્ટોરેજની સામે રોડ ઉપર બોલેરો ગાડીએ બાઈકને હડફેટે લેતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર વૃદ્ધે આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ મોરબી તાલુકાના ખાનપર ગામની વતની અને હાલ મોરબીમાં ગૌતમ સોસાયટી, રવાપર રોડ, જીજાબા એપાર્ટમેન્ટ ફ્લેટ નં -૨૦૨ રહેતા વિરજીભાઈ વશરામભાઇ જીવાણી (ઉ.વ.૬૦) એ આરોપી બોલેરો રજીસ્ટર નંબર- GJ-12-AT-4868 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૫-૨૦૨૩ ના રોજ સવારના સવા નવેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળી બોલેરો રજીસ્ટર નં- GJ-12-AT-4868 ની બેદરકારીથી ચલાવી પોતાની તથા અન્યની જીંદગી જોખમાય તે રીતે સાઇડ સિગ્નલ કે હાથનો ઇશારો આપ્યા વગર ફરીયાદી તથા સાહેદ તેમનુ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-36-N-7560 થી ઓવર ટેક કરતા હોય તે તરફ વળાંક વારી દેતા મોટરસાયકલના પાછળના ભાગે અથડાવી એક્સીડન્ટ કરતા તેઓ બન્ને મોટરસાયકલ સાથે નીચે પડી જતા ફરીયાદી બન્ને હાથે તથા થાપાના ભાગે મુંઢ ઇજા તથા ગીતાબેનને જમણા પગે અંગુઠાના ભાગે ફેક્ચર ઇજા તથા ડાબા પગના ઘુંટણના ભાગે મુંઢ ઇજા તથા શરીરે મુંઢ ઇજા કરી પોતાના હવાલા વાળી બોલેરો મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર વિરજીભાઈએ આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૩૭,૩૩૮, તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
