મોરબી: લાલપર ગામે ફેક્ટરીમાં ચીમનમાથી નીકળતા ગરમ પાણીમાં પડી દાજી જતા માસુમ બાળકીનું મોત
મોરબી: મોરબીના લાલપર ગામે ડેલ્ટા સિરામિક કંપનીમાં ચીમનમથી નીકળતા ગરમ પાણી પડી દાજી જતા માસુમ બાળકીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ પ્રગ્યા મનાભાઇ પંચકા ઉ.વ- ૪ રહે. ડેલ્ટા સીરામીક કંપની લાલપર મોરબી વાળા તા.૧૩/૧૧/૨૦૨૨ ના રોજ સાંજાના સાડા છ વાગ્યાની આસપાસ ડેલ્ટા સિરામિક કંપનીમા ચીમનીમાથી નીકળતા ગરમ પાણીમા કોઇ કારણો સર પડી જતા શરીરે દાજી જતા પ્રાથમિક સારવાર મોરબી સીવીલ હોસ્પિટલમાં બાદ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં બન્સ વોર્ડમા દાખલ કરેલ બાદ તા. ૧૪/૧૧/૨૦૨૨ ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.