તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાઈ હતી જેમાં વાંકાનેર-કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર રઘુવંશી સમાજના અગ્રણી, રામધામના સ્વપ્નદ્રષ્ટા એવા જીતુભાઈ સોમાણી જંગી બહુમતીથી વિજયી બન્યા છે ત્યારે ૧૮૨ ધારાસભ્યો માંથી એક માત્ર રઘુવંશી ધારાસભ્ય તરીકે જીતુભાઈ સોમાણીએ સમસ્ત લોહાણા સમાજને ગૌરવ અપાવ્યુ છે ત્યારે સમસ્ત લોહાણા સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો સન્માન સમારોહ તેમજ વિજયોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોરબી લોહાણા સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી પ્રસ્થાન કરી રેલી સ્વરૂપે શ્રી રામધામ મુકામે પહોંચ્યા હતા.
દારૂબંધી માત્ર નામની રહી છે ત્યારે હળવદ બાયપાસ ત્રણ રસ્તા નજીકથી વિદેશી દારૂની 456 બોટલો સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ બાયપાસ ત્રણ રસ્તા પાસે જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-456 કિં રૂ....
હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં આવેલ બુટ ભવાની માતાજીના મંદિર જવાના પાટીયા પાસે આવેલ ચોકડી ઉપર ત્રણ શખ્સો બોલેરો ગાડીમાં આવી આધેડને કહેલ ભલગામડા ગામમાં આવેલ ૨૨૦ કે.વી. સબસ્ટેશન બનતું જેમા તમે કેમ અમારી રેતી નાખવા નથી દેતા તેમ કહી આધેડને ત્રણ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી...