Sunday, June 22, 2025

મોરબી – વાંકાનેર ને.હા. રોડ ઉપર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત, મહિલાનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ઓવરબ્રિજની નીચેના સર્વિસ રોડ ઉપર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવારને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે યુવકની બાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી-૨ ભીમસર વેજીટેબલ રોડ પર રહેતા હરેશભાઈ જેન્તીભાઇ કુંઢીયા (ઉ.વ.૨૦) એ આરોપી ડમ્પર રજીસ્ટર નંબર – GJ-13-AW-8588 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૦૪-૨૦૨૩ ના રોજ બપોરના બારેક વાગ્યા વખતે આરોપીએ પોતાના હવાલાવાળુ ડમ્પર નંબર- GJ-13-AW-8588 વાળુ પાછળ જોયા વગર તથા સાઇડ લાઇટ ચાલુ કર્યા વગર અચાનક સ્પીડમા પુરઝડપે અને ગફલતરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે વાળી લેતા ફરીયાદીનો ભાઇ પ્રકાશભાઇ તેનું હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-03-AR-8067 વાળુ લઇને જતા હોય જેથી તેઓને મોટરસાયકલ સાથે હડફેટે લઇ રોડમા પાડી ફરીયાદીના ભાઇને શરીરે સામાન્ય ઇજા કરી તથા ફરીયાદીની બાને શરીરે ગંભીર ઇજા કરી તેનુ સારવાર દરમ્યાન મોત નિપજેલ હોય અને ડમ્પરવાળો અકસ્માત કરી તેનુ ડમ્પર રેઢું મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ. વી. એક્ટ. કલમ -૧૮૪,૧૭૭,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર