મોરબી: વાહન ચોરી કરનાર ઇસમને એક મોટર સાયકલ તથા છ મોબાઇલ સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો
મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો બનાવ બનતા જેની મળેલ બાતમીના આધારે ટીંબડી પાટીયા પાસે વોચમાં રહેતા વાહન ચોરી કરનાર ઇસમને એક મોટર સાયકલ તથા છ મોબાઇલ સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડેલ છે.
મોરબી પોલીસ અધિક્ષક મોરબી જિલ્લામાં શરીર મિલ્કત સબંધીત વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને તેમાં ગયેલ મુદ્દામાલ ૧૦૦ % રીકવર કરી આરોપી શોધી કાઢવા સારૂ સઘન વાહન ચેકીંગ તેમજ શકમંદ ઇમસોને તપાસવા અને આ કાર્યવાહીમાં પોકેટકોપનો મહત્તમ ઉપયોગ કરી વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા આપેલ સુચના મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબી નાઓએ એસ.ઓ.જી. ટીમને સુચના કરતા જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. મોરબી તથા એસ.ઓ.જી. મોરબીના કર્મચારીઓ મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ટીંબડી પાટીયા પાસે વાહન ચેકીંગ તથા શકમંદ ઇસમ તપાસતા હતા તે દરમ્યાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક ઇસમ શરીરે કથાઇ લાલ જેવા કલરનુ ટી શર્ટ અને કાળા કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે. અને તે એક હીરો મોટર સાયકલ નંબર પ્લેટ વગરનુ લઇ નીકળનાર છે. તેમજ તેણે કેટલાક મોબાઇલ ફોન ચોરી કરી મેળવેલ છે તે પણ તેની પાસે છે. તેવી ચોકકસ હકીકત મળતા તે બાતમીના આધારે ટીંબડી પાટીયા પાસે વોચ રાખતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ હાજીભાઇ અકબરભાઇ માણેક ઉંમર વર્ષ ૨૪ હાલ રહે. મોરબી સો ઓરડી રામાપીરના મંદિર પાસે તા.જી. મોરબી મુળ વતન કુડા ગામ તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને હીરો પ્લસ પ્લેનડર મોટરસાયકલ નંબર પ્લેટ વગરનું કિંમત રૂપીયા ૪૦,૦૦૦/ જુદા જુદા મોબાઇલ નંગ-૦૬ કિંમત રૂપીયા ૩૩,૦૦૦ના મુદામાલ સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ IPC કલમ-૩૭૯ મુજબ તા.૦૫/૧૧/૨૦૨૨ ના રોજ ગુનો રજીસ્ટર થયેલ હોય છે. જે ગુનામા ગયેલ મોટર સાયકલ અને મજકુર ઇસમે ટીંબડી પાટીયા પાસે થોડા દિવસો પહેલા જુદા જુદા દિવસોએ રાત્રીના સમયે કુલ ૦૬ મોબાઇલ ફોનની ચોરીઓ કરેલ તે અંગે સી.આર.પી.સી. ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.
