Tuesday, June 17, 2025

મોરબી: વિધર્મી યુવકે વિશ્વાસ માં લઈને સગીરા પર દુષ્કર્મ આચર્યું ! મહિનામાં માં બીજીવાર ઘટના ઘટતા નવા જૂની ના એંધાણ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં છેલ્લા ઘણા દિવસો થી ક્રાઈમ પોલીસ ચોપડે નોંધતા તેનાથી વધુ નોંધાઇ રહ્યા છે જેમાં સગીરા ની છેડતી દુષ્કર્મ ના કેશ પણ નોંધાઇ ચુક્યા છે ત્યારે કાલિકા પ્લોટમાં માં રહેતા વિધર્મી યુવકે અગાઉ સગીરા સાથે દુષ્કર્મ કર્યા હોવાની ઘટના ની સહી સુકાઈ નથી ત્યાં બીજી ઘટનાને અંજામ આપતા વિધર્મી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

રમઝાન મહિનામાં રોઝા રેવાનું કઈને માનસિક ત્રાસ આપતો બળજબરી પૂર્વક કહેવાથી સગીરા મૂંઝાઈ હતી પિતાની છત્રછાયા ગુમાવનાર સગીરાને લીવરપુલ નામના કપડાના શોરૂમમાં તેમજ ફૂડ એન્ડ જોય નામના પાર્લરના બોક્સમાં દુષ્કર્મ ગુજાર્યું.મોરબીમાં મેટ્રોસિટી જેવી સુવિધા આપતા પાર્લર સામે પણ લાલ આંખ કરવાની ખાસ જરૂરિયાત

મોરબીમાં વિધર્મી દ્વારા સગીરાઓને શિકાર બનાવવામાં આવતી હોવાના ચોંકવનારા ઉપરાછાપરી કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના સામાકાંઠે રહેતી અને પિતાની છત્રછાયા ગુમાવી દેનાર સગીર વિધાર્થિની સાથે મિત્રતા કેળવી કપડાના શોરુમમાં આપત્તિજનક ફોટાઓ પાડી લેવાની સાથે ચેન્જ રૂમમાં ઉગ્ર જાતીય પ્રવેશ કરનાર વિધર્મી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે, આ કિસ્સામાં મોરબીમાં પણ મેટ્રોસિટી જેવા છાનગપતીયા માટે બોક્સ કેબીન ક્લચર શરૂ થયું હોવાનું અને આ સગીરા સાથે રવાપર ગામ નજીક આવેલ એક પાર્લરના બોક્સમાં પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

મોરબીના વાલીઓ માટે લાલબત્તી સમાન અને સગીર સંતાનો માટે સાવચેતી દાખવવાનો સમય પાકી ગયો હોવાની પ્રતીતિ કરાવતા આ ચોંકાવનારા કિસ્સાની વિગત જોઈએ તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી અને પિતાની છત્રછાયા ગુમાવનાર એક સગીરવયની દીકરીનું એક્ટિવા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના પાર્કિંગમાં ફસાઈ ગયા બાદ આ સગીરાંને એક્ટિવ કાઢવામાં મદદ કરનારા શૈતાને જ તેના ઢગા એવા મિત્ર મસ્તુફા દલવાણી રહે.કાલિકા પ્લોટ સાથે સ્નેપ ચેટ નામની સોશિયલ મીડિયા એપ વડે વાતચીતનો દૌર ચલાવી મળવા બોલાવ્યા બાદ અન્ય મિત્ર સાથે મિત્રતા કરાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સગીરાના માટે એ ડિવિઝન પોલીસ ફરિયાદમાં નોંધાવી છે.

વધુમાં પ્લે હાઉસમાં નોકરી કરી ગુજરાન ચલાવતા સગીરાના માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની સગીર પુત્રીનું એક્ટિવા કાઢવામાં મદદ કરનાર અયાન આરબ નામના શખ્સે કાલિકા પ્લોટમાં રહેતા આરોપી મસ્તુફા દલવાણી સાથે સગીરાનો પરિચય કરાવતા મુસ્તુફા દલ અને સગીરા સોશિયલ મીડિયા એપ સ્નેપચેટ મારફતે પરિચયમાં આવ્યા હતા અને બાદમાં એક દિવસ મસ્તુફા દલવાણી જ્યા કામ કરે છે તેવા લીવરપુલ રેડીમેઈડ કપડાના શોરૂમમાં સગીરાને બોલાવી હતી જ્યાં બન્નેના સાથે ફોટા પાડી શોરૂમમાં કોઈ ન હોવાથી ચેન્જ રૂમમાં લઈ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ મોબાઈલ ફોનમાં પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.

ચોકાવનારી બાબત તો એ છે કે આ નરાધમ શખ્સ મસ્તુફા દલવાણી દ્વારા સગીરાના ફોટાનો દુરપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું અને અવારનવાર લીવરપુલ રેડીમેઈડ કપડાના શોરૂમમાં દુષ્કર્મ ગુજાર્યા બાદ એક દિવસ રવાપર ગામ નજીક આવેલ ફૂડ એન્ડ જોય નામના કાફેમાં લઈ ગયો હતો જ્યાં કાફેના સંચાલકે છાનગપતિયાની સુવિધા માટે બનાવેલ બોક્સમાં સગીરાને લઈ જઈ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ધરાર શરીર સંબંધ બાંધવા ફરજ પડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

સૌથી ગંભીર બાબત તો એ છે કે સગીરાને બ્લેક મેઈલ કરનાર કાલિકા પ્લોટના આ શખ્સ દ્વારા સગીરા સાથે દુષ્કર્મ ગુજારવાની સાથે રમઝાન મહિનામાં રોઝા રાખવા પણ દબાણ કરતો હોવાનું સગીરાના માતાએ પોલીસ ફરિયાદમાં જાહેર કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી મસ્તુફા દલવાણી વિરુદ્ધ આઇપીસી કલમ 376(2) એન, 506(2), પોક્સો 5 એલ અને 6 મુજબ ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી લેવા પ્રયાસ શરૂ કર્યા છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર