મોરબી: વિધર્મી યુવાને યુવતીનો વિશ્વાસ કેળવી સાથે સેલ્ફી ફોટા પાડી બ્લેકમેઇલ કરી અશ્લીલ માંગણીઓ કરી
મોરબી: મોરબીમાં વિધર્મી યુવાને યુવતીનો વિશ્વાસ કેળવી યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ યુવતી સાથે સેલ્ફી ફોટો પાડી યુવતીને બ્લેકમેઇલ કરી અવારનવાર મળવા બોલાવી યુવતીના શરીર સાથે આડપલા કરી અશ્લીલ માંગણીઓ કરી લગ્ન કરવા દબાણ કરી યુવતીએ લગ્ન કરવાની ના પાડતા તેને ફોન ઉપર તેના પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવતીએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં અભ્યાસ કરતી યુવતીએ આરોપી એઝાઝ અલાઉદ્દીન હિંગળોજા રહે. નવા દેવળીયા તા. હળવદ વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી આઠેક મહિના પહેલાથી તા. ૧૩-૦૫-૨૦૨૩ ના રોજ આરોપીએ ફરીયાદી પાસેથી આજથી આઠેક મહિના પહેલા ફરીયાદીનો મોબાઇલ નંબર મેળવી ફરીયાદીનો વિશ્વાસ કેળવી ફરીયાદીને તેની ફ્રેન્ડ કામધેનુ પાર્ટી પ્લોટમાં આવેલ છે તેમ વિશ્વાસમાં લઇ અને ફરીયાદીને કામધેનુ પાર્ટી પ્લોટમાં બોલાવી તેમજ ફરીયાદીને અન્ય અલગ અલગ જગ્યાએ લઇ જઇ ફરીયાદી સાથે સેલ્ફી ફોટો પાડી લઇ ફરીયાદીને બ્લેક મેઇલ કરી અવાર નવાર મળવા બોલાવી ફરીયાદીના શરીરે અડપલા કરી અશ્લીલ માંગણીઓ કરી લગ્ન કરવા દબાણ કરી ફરીયાદી ના પાડતા હોવા છતા તેને ફોન કરી ફરીયાદીને તથા તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવતીએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ – ૩૫૪(એ),૩૫૪(ડી),૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.