સરપંચ અજયસિંહ જાડેજા તેમજ ઉપસરપંચ અમિતભાઈ ગામી ના નેતૃત્વમાં આ કેમ્પ નું આયોજનકરવામાં આવ્યું હતું
આજ રોજ મોરબી જિલ્લાના વિરપરડા ગામ ખાતે આંખ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો 100 થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો.આ કેમ્પ રાજકિસાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવીયો હતો જેમાં ડો.અજયસિંહ પી રાઓલ અમદાવાદ (M.A.,D.O.T.) બધા લોકોને સારી રીતે તપાસ કરી અને રાહત દરે ચશ્મા તથા દવાઓ આપવામાં આવ્યા હતા.અને આ સંસ્થા છેલ્લા 12 વર્ષ થી વધારે સમય થી કાર્યરત છે અને અત્યાર સુધી માં ડો. દ્રારા આઠ લાખ થી વધુ દર્દી ને તપાસવામાં આવ્યા છે
મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળીયામા...
મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર) ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી છે.
જે અન્વયે સ્વ....