વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી માં પ્રભાતધૂન, વૈદિક મહાયજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં પંચવિધ કાર્યક્રમો યોજાયા.
મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરનો ષટદશમ્ પાટોત્સવ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત પ્રભાતધૂન, વૈદિક મહાયજ્ઞ, જલારામ મંદિરના સેવાકાર્યના સહયોગીઓનો સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો ભક્તિભાવ પૂર્વક યોજાયા હતા.
મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, શબવાહિની સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા, પદયાત્રીઓની સેવા, અસ્થિ વિસર્જન સેવા, કુદરતી-માનવસર્જીત આફત સમયની સેવા, વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ, મેડિકલ સાધનોની સેવા જેવી વિવિધ પ્રકારની સેવાઓ કોઈપણ જાતના નાત-જાતના ભેદભાવ વિના પ્રદાન કરવા માં આવી રહી છે ત્યારે આ મહામુલી માનવસેવામાં સવિશેષ યોગદાન અર્પણ કરનાર મહાનુભવોને આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત "CEIR” પોર્ટલ ના ઉપયોગથી મોરબી માથી રૂ.૮,૦૯,૩૯૮/- ની કિમતના કુલ-૪૨ ખોવાયેલ મોબાઈલો તેમજ રોકડ રકમ કિ.રૂ.૨,૮૩,૦૦૦/- તથા મોટરસાયકલ ૦૩ શોધી કાઢી અરજદારોને મોરબી સીટી એ-ડીવીજન પોલીસ દ્વારા પરત કરવામાં આવેલ છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી "CEIR"મા એંટ્રી કરી...
હળવદ શહેરમાં રહેતા યુવક હળવદ બસ સ્ટેન્ડમા અમદાવાદની બસની રાહ જોઈ ઉભા હોય ત્યારે યુવકને આરોપીઓના કૌટુંબિક ભાઇઓ સાથે અગાઉ ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી યુવકને તથા સાથીને ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આંબેડકરનગર...