Friday, June 20, 2025

મોરબી: સગીરા પર દુષ્કર્મ આચરનાર બિલાલ જેલ હવાલે ! ચાર વર્ષ સુધી કરતો હતો શોષણ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા શહેરમાં શાળાએ જતી હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા બિલાલ આદમભાઈ માણેક (ઉ.વ.22) નામના શખ્સે આંટાફેરા કરી આ સગીરાને લલચાવી ફોસલાવીને પોતાના મકાને ઉપાડી ગયો હતો. જ્યાં સગીરાની બહેનને ઉપાડી જવાની ધમકી આપી સગીરા ઉપર આ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું.ત્યારબાદ ચાર વર્ષના સમયમાં સગીરાને ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ પોતાના માણસો તેણીના ઘરે આવીને જોઈ લેશે તેવી આ શખ્સે દમદાટી મારી હતી.

સમગ્ર બનાવની સગીરાએ પોતાના પરિવારને હકીકત જણાવતા અંતે સગીરાની માતાએ હિંમત દાખવી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપીને કોર્ટના રજૂ કરાયા બાદ જેલહવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર