Saturday, May 4, 2024

મોરબી સિરામિક ઉદ્યોગ માટે માઠા સમાચાર ; HPCL PROPAN ગેસમાં ફરી ભાવ વધારો ઝીંકાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી સિરામિક ઉદ્યોગ માટે માઠા સમાચાર આવી રહ્યા છે અવારનવાર કંપનીઓ દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલા જ HPCL PROPAN ગેસમાં ત્રણ રૂપિયા જેવો ભાવ વધારો ઝીંકાયો હતો ત્યારે ફરી એક વખત HPCL PROPAN ગેસમાં કિલોએ ૧૩.૫૦ પૈસાનો ધરખમ ભાવ વધારો ઝીંકાયો છે. જેથી સિરામિક ઉદ્યોગ IOCL PROPAN ગેસ તરફ વળી ગયો ત્યારે હવે આવનારા સમયમાં IOCL PROPAN ગેસના ભાવમાં તોતિંગ વધારો તોળાઈ રહ્યો છે.

મોરબી સિરામિક ઉદ્યોગ માટે માઠા સમાચાર આવી રહ્યા છે જેમાં એક તો સિરામિક ઉદ્યોગ મંદીના કારણે મરણ પથારીએ પડ્યો છે ત્યારે અવારનવાર કંપનીઓ દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલા જ HPCL PROPAN ગેસમાં ત્રણ રૂપિયા જેવો ભાવવધારો ઝીંકાયો હતો ત્યારે ફરી એક વખત HPCL PROPAN ગેસમાં કિલોએ ૧૩.૫૦ પૈસાનો ધરખમ ભાવ વધારો કંપની દ્વારા ઝીંકાયો છે. HPCL PROPAN ગેસમાં ભાવ વધારો આવતા મોરબીનો સિરામિક ઉદ્યોગ IOCL PROPAN ગેસ તરફ વળી ગયો હતા. ત્યારે હાલ સિરામિક ઉદ્યોગ IOCL PROPAN ગેસનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે
તેમા પણ આગામી સમયમાં ભાવ વધારાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે મોરબી સિરામિક ઉદ્યોગ આખરે આવી પરિસ્થિતિમાં જાય તો જાય ક્યાં તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મળતી માહિતી મુજબ આજે મોરબી સિરામિક ઉદ્યોગકારોની ગેસમાં વધી રહેલા સતત ભાવ વધારાના કારણે એક બેઠક મળી શકે છે. ત્યારે આ મીટીંગમા સિરામિક ઉદ્યોગકારો દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તે જોવુ રહ્યુ.

જ્યારે થોડા દિવસો પહેલા સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું ત્યારે તેમા પણ સિરામિક ઉદ્યોગને કોઈ પણ પ્રકારનો ફાયદો હતો નહી તેમ છતા મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ દ્વારા આડકતરી રીતે સિરામિક ઉદ્યોગને ફાયદો થશે તેવું જણાવાયું હતું. ત્યારે હવે મંદીના માહોલમાંથી સિરામિક ઉદ્યોગ કઈ રીતે બહાર આવે છે તે જોવું રહ્યું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર