મોરબી: સિવિલમાં પોલીસ ચોકી હોવા છતાં જુગાર રમાઈ ગયો ?
જી હા શહેરમાં પોલીસની ધાક હવે રહી નથી સમગ્ર શહેરને અસામાજિક તત્વો એ બાન માં લીધું છે જુવાનિયા પરિણીતા પર દુષ્કર્મ કરે વિધર્મી સગીરા ને ફોસલાવી અડપલાં કરે દારૂ ગલી એ ગલી વેચાઈ તમામ બદીઓ ને ડામવા હવે એક કડક અધિકારી ની જરૂર છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે
સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી મોહસીન રહીમભાઈ દલ, મીનપ્રસાદ ઉર્ફે રોહિત વસંતભાઈ ભુશાલ અને સંજય વિનોદભાઈ સોલંકી નામના શખ્સોને ચકલા પોપટનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 720 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી